ઉધના ઝોન પર 300થી વધુ કારખાનેદારો મોરચો લાવી જીઈબી સામે પગલાં લેવા હોબાળો મચાવ્યો

2019-05-31 398

સુરતઃતક્ષશિલા અગ્નિકાંડ બાદ સમગ્ર સુરત શહેરમાં પતરાના શેડ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉધનાના અંદાજે 300થી વધુ કારખાનેદારો ઉધના ઝોન કચેરીએ મોરચો લઈને પહોંચ્યાં હતાં કારખાનેદારોએ જીઈબીના ખુલ્લા ટ્રાન્સફોર્મર અંગે સવાલો ઉઠાવ્યા હતાં અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી કારખાનેદારોને અધિકારીઓ ન મળતાં જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો

Videos similaires