અમિત શાહને મળ્યું ગૃહમંત્રાલય, રાજનાથ સિંહ બન્યા સંરક્ષણ પ્રધાન, નિર્મલા નાણાંપ્રધાન

2019-05-31 8,740

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી દીધી અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય સંભાળશે વળી, પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે નિતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ ઉપરાં લધુ અને મધ્યમ ઉદ્યમ વિભાગ આપવામાં આવ્યું છે સ્મૃતિ ઇરાનીને કાપડ મંત્રાલય ઉપરાંત મહિલા અને બાળ વિકાસનો ચાર્જ સોંપવામાં આવ્યો છે નરેન્દ્ર સિંહ તોમર કૃષિ મંત્રી બન્યા છે હર્ષવર્ધન સ્વાસ્થ્ય મંત્રી છે