છાણીમાં આવેલી દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા શટર કાપવું પડ્યું

2019-05-31 649

વડોદરાઃશહેરના ટીપી-13 છાણી રોડ ઉપર આવેલી એક દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ફાયર બ્રિગેડે હાઇડ્રોલીક કટરથી દુકાનનું શટર કાપી, દુકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી શહેરના ટીપી-13, છાણી રોડ ઉપર આવેલા ફોરચ્યુન ગેટ-વે કોમ્પ્લેક્ષ સ્થિત લેડીઝ બ્યુટીક નામની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરત જ ફાયર ઓફિસર ઓમ જાડેજા સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા દુકાનનું શટર બંધ હોવાથી ફાયર બ્રિગેડની ટીમને હાઇડ્રોલિક કટરથી દુકાનનું શટર કાપવાની ફરજ પડી હતી

Videos similaires