નરેન્દ્ર મોદી સરકારના ગુરુવાર સાંજે થયેલા શપથ ગ્રહણ સમારોહમાં કુલ 58 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ છે 58માંથી 12 મંત્રીઓએ અંગ્રેજીમાં જ્યારે 46 મંત્રીએ હિન્દીમાં શપથગ્રહણ કર્યા હતા મહત્વની વાત તો એ છે કે એક પણ મંત્રીએ પ્રાદેશિક ભાષામાં શપથ લીધા ન હતા મૂળ પંજાબી ત્રણ મંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ આ તમામ મંત્રીઓએ પણ અંગ્રેજી ભાષામાં શપથ લીધા હતા જેમાં હરસિમરત કૌર બાદલ પણ સામેલ છે
દક્ષિણ ભારતથી અંગ્રેજીમાં શપથ લેનારા વધારે મંત્રીઓ:સદાનંદ ગૌડા, નિર્મલા સીતારમણ, પ્રહ્લાદ જોશી, એસ જયશંકર અને વીમુરલીધરન આ તમામ દક્ષિણ ભારતનાં મંત્રીઓ છે તમામએ અંગ્રેજીમાં શપથ ગ્રહણ કર્યા હતા મહત્વની વાત તો એ છે કે જીકિશન રેડ્ડી કે જે મંત્રીમંડળના યુવાન ચહેરાઓમાથી એક છે અને તેલંગાણાથી સાંસદ ચૂંટાયા છે રેડ્ડીએ સાચા ઉચ્ચારણ સાથે હિન્દી ભાષામાં શપથ ગ્રહણ કર્યા હતા
બાબુલ અને દેવશ્રી ચૌધરીએ પણ અંગ્રેજીને જ મહત્વ આપ્યું:પશ્વિમ બંગાળથી આવનારા બાબુલ સુપ્રિયો અને દેવશ્રી ચૌધરી, હરિયાણાના રાવ ઈન્દ્રજીત સિંહ, પંજાબી મૂળના હરદીપ સિંહ પુરી, હરસિમરત કૌર બાદલ અને સોમપ્રકાશ ઉપરાંત ચંદ્ર બસપ્પા અંગાડીએ પણ અંગ્રેજીમાં શપથ લીધા હતા