પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આગની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ગઈકાલે શહેરના પોલીસ હેડ ક્વાર્ટ્સના એક ક્વાર્ટરમાં મોડી સાંજે આગ ભભૂકી હતી ત્યારે આજે ગુરૂવારે બપોરના સમયે શહેરના કોઝી વિસ્તારમાં આવેલી કોટક બેન્કમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી બેન્ક બહાર લોકોના ટોળા ઉમટ્યા: બેન્કના ટ્રેક્ટરના લોન વિભાગમાં આગ લાગી હતી અને લોન વિભાગમાં કેટલાક વીજ વાયરો ખુલ્લા હોવાને કારણે આગ લાગી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું