શપથવિધિમાં મનસુખ માંડવિયા 'મેં' બોલવાનું ભૂલી જતાં રાષ્ટ્રપતિ કોવિંદે ટપાર્યા

2019-05-31 3,191

અમદાવાદઃનરેન્દ્ર મોદી-2માં સળંગ બીજી વખતે રાજ્યકક્ષાના મંત્રીના શપથ લેતી વેળાએ મનસુખ માંડવિયાએ જરાક ઉતાવળ કરી નાંખતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ટપાર્યા હતા એટલું જ નહીં, કેવી રીતે શપથ લેવા તે બાબતે પણ રાષ્ટ્રપતિ કોવિંદે માર્ગદર્શન આપ્યું હતું આ સંજોગોમાં બે ઘડી ડઘાઈ ગયા બાદ માંડવિયાએ સ્વસ્થતા કેળવી હતી અને રાષ્ટ્રપતિના સૂચન પ્રમાણે શપથવિધિ પૂર્ણ કરી હતી