વ્હાઈટ હાઉસ પાસે એક શખ્સ શરીરે આગ ચાંપીને ચાલવા લાગ્યો, હાલત ગંભીર

2019-05-30 188

અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલા એલિપ્સ પાર્કમાં એક માણસ શરીર પર આગ ચાંપીને ભડભડ ભડકે બળતો હોય તેવો શોકિંગ ઘટનાક્રમ સામે આવ્યો હતોબુધવારે આવા કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે વ્હાઈટ હાઉસની પાસે જ એક શખ્સ પોતાની જાતને આગ ચાંપેલી હાલતમાં ફરતો જોવા મળ્યો હતો અત્યાર સુધીમાં તે કોણ હતું અને તેની શું હાલત છે તેની કોઈ વિગતો જાણવા મળી નથીવીડિયો વાઈરલ થતાં જ અનેક લોકોએ તે મોર્ફ કરેલો હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી આવી આશંકાનું કારણ એ પણ હતું કે જ્યાં આ ઘટના ઘટી હતી તે પાર્ક વ્હાઈટ હાઉસથી માત્ર એક કિલોમીટર જ દૂર છે જેથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આવો ઘટનાક્રમ જોવા મળે તે પણ માનવામાં ના જ આવે જો કે વધતી જતી અફવાઓને ધ્યાને રાખીને અમેરિકન સિક્રેટ સર્વિસે પણ આ ઘટનાની પુષ્ટી કરતું ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે બુધવારે બપોરે એક અજ્ઞાત શખ્સે જાતે જ તેના શરીરે આગ ચાંપી હતી અમારા સ્ટાફે તેની આગને કાબૂમાં લેવા માટે યથાગ પરિશ્રમ કર્યો હતો હાલ તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે આ સાથે જ અન્ય ફોટોઝ અને વીડિયોઝ પણ બહાર આવ્યા હતા જેમાં સળગતી હાલતમાં પણ શાંતિથી ચાલ્યા જતા આ શખ્સ પર અગ્નિશામક યંત્રો સાથે તેની આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરાઈ હોવાનું જોવા મળે છે જો કે આગ કાબૂમાં લેવાય ત્યાં સુધીમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો તેનું શરીર 85 ટકા જેટલું બળી ગયું હોવાનું સામે આવ્યું હતું તો સાથે પોલીસ હજુ સુધી તેની કોઈ જ ઓળખ કરી શકી નહોતી સાથે જ આવું કરવા પાછળના કારણ પર સસ્પેન્સ યથાવત છે

Videos similaires