BMWએ વીડિયો બનાવી સંદેશામાં કહ્યું 'પ્રેરણાદાયી હરીફાઈ માટે તમારો આભાર

2019-05-30 263

જ્યારે કોઈની સાથે સ્પર્ધા હોય ત્યારે ઘણી વાર એવું પણ બનતું હોય છે કે સ્પર્ધકો વિવેકભાન ભૂલીને વિરોધીને ભીંસમાં લેતા જોવા મળે છે જો કે પોતાની હરીફ કંપની એવી મર્સિડિઝ બેન્જના સીઈઓની નિવૃતિવેળાએ બીએમડબ્લ્યુએ જે રીતે તેમના વખાણ કરતો વીડિયો બનાવ્યો હતો તે જોઈને બંને કંપનીના સમર્થકોએ વખાણ કર્યા હતા આ વીડિયોમાં બીએમડબલ્યુએ ડીટરના હમશકલનો ઉપયોગ કર્યો છે જેમાં તે પોતાના કર્મચારી અને કંપનીને અલવિદા કહી રહ્યા છે વીડિયોના અંતે સ્ક્રીન પર લખાણ આવે છે કે, 'આટલા વર્ષ સુધી પ્રેરણાદાયી હરીફાઈ આપવા માટે તમારો આભાર'

Videos similaires