પોલીસ હેડ કવાર્ટરમાં બંધ મકાનમાં આગ ભભૂકી

2019-05-30 166

પાલનપુરઃ પાલનપુરના પોલીસ હેડ ક્વાર્ટર્સમાં આવેલા એક ક્વાર્ટરમાં બુધવારે મોડી સાંજે પરિવાર બહારગામ ગયેલો હતો અને મકાનના રસોડામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતીજેને લઇ સમગ્ર બ્લોકમાં અફરાતફરી મચી હતી પાલિકાના ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક આવેલા હેડ ક્વાર્ટર્સના બી બ્લોકના 17 નંબરના ક્વાર્ટર્સમાં બુધવારે મોડી સાંજે પરિવાર બહાર ગયેલો હતો જેને લઇ ક્વાર્ટર બંધ હતું અને તે સમયે અચાનક રસોડામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતાં સમગ્ર બ્લોકમાં અફરાતફરી મચી ગઈ હતીઆગના ગોટેગોટા જોઈ બ્લોકના લોકોએ બુમાબુમ કરતા ગણતરીની મિનિટોમાં જ બ્લોકના લોકો સહી સલામત નીચે ઉતરી ગયા હતા

Free Traffic Exchange

Videos similaires