TMCના વધુ એક MLA મુનીર-ઉલ-ઈસ્લામ બીજેપીમાં જોડાયા

2019-05-29 887

લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ધારાસભ્યો એક પછી એત બીજેપીમાં જોડાઈ રહ્યા છે બુધવારે ટીએમસીના વધુ એક ધારાસભ્ય મુનીર-ઉલ-ઈસ્લામ બીજેપીમાં જોડાઈ ગયા છે આ પહેલાં મંગળવારે પણ ટીએમસીના બે ધારાસભ્યો બીજેપીમાં જોડાયા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ ટીએમસીના અન્ય એમએલએ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે

ભાજપે મમતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના 2 ધારાસભ્યો-મુકુલ રાયના પુત્ર શુભ્રાંશુ, તુષાર ક્રાંતિ ભટ્ટાચાર્ય અને 50 કોર્પોરેટરને પોતાના પક્ષે કરી દીધા છે આ સાથે જ બંગાળની ત્રણ નગરપાલિકા પણ ભાજપના કબજામાં આવી ગઈ છે જો કે શુભ્રાંશુને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે મુકુલ રોય 2017માં ભાજપમાં જોડાયા હતા ભાજપમાં જોડાનાર ત્રીજા એમએલએ સીપીએમના દેવેન્દ્ર રોય છે ધારાસભ્યો અને કોર્પોરેટરને ભાજપમાં સામેલ કરાવતાં પક્ષના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યું કે ટીએમસીને હજુ પણ આંચકા આપવામાં આવશે આ તો હજુ પ્રથમ તબક્કો છે જે રીતે ચૂંટણી 7 તબક્કામાં થઈ હતી તે રીતે 7 તબક્કામાં ટીએમસીના નેતાઓનો ભાજપમાં સમાવેશ કરાશે દરમિયાનમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ મોદીની શપથવિધીમાં હાજર રહેશે

Videos similaires