પ્રેસિડન્ટ પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિનાએ ટ્વીન્સને જન્મ આપ્યો

2019-05-29 4,296

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની કથિત પ્રેમિકાએ આ મહિને જોડિયા બાળકોને જન્મ આપ્યો છે પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને જિમનાસ્ટ એલિના કબાયેવાનું પુતિન સાથે લાંબા સમયથી કથિત અફેર છે રશિયાના ન્યૂઝપેપર મોસ્કોવસ્કીઝ કોમ્સોમોલેટ્સે દાવો કર્યો છે કે, કબાયેવાના કારણે જ કુલાકોવની હોસ્પિટલનો વીઆઇપી ફ્લોર ખાલી કરાવવામાં આવ્યો હતો જો કે, રશિયન ક્રેમલિન (એડમિનિસ્ટ્રેશન ઓફિસ)એ આ રિપોર્ટ્સને ફગાવ્યા છે
બાળકોના જન્મ અંગે હજુ સુધી વધુ માહિતી બહાર પાડવામાં આવી નથી બ્રિટિશ ન્યૂઝપેપર ડેલી મેલે રશિયાના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા સૂત્રો દ્વારા કહ્યું કે, કબાયેવાએ બે બાળકોને જન્મ આપ્યો છે સિઝેરિયન ડિલિવરીમાં ઇટલીના ડોક્ટરોએ પણ મદદ કરી છે કબાયેવા સ્પોર્ટ્સથી દૂર થયા બાદ મોડલ બની ગઇ હતી, તે 2014 સુધી સાંસદ પણ રહી હવે તે એક નેશનલ મીડિયા ગ્રુપની પ્રમુખ છે