વસંતપુરમાં ભારતીય સેનાના દોડતાં ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખો ટ્રક બળીને ખાક થઈ ગયો હતો આર્મીનો આ ટ્રક લુહરી થી શિમલા જઈ રહ્યો હતોપોલીસ અને ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો નસીબજોગે આગની જાણ થઈ જતાં તમામ 8 જવાનો ટ્રકમાંથી ઊતરી જતાં કોઈને ઈજા નહોતી પહોંચી બધા જ જવાનો સુરક્ષિત બતાવાઈ રહ્યાં છે જોકે આગનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી