કર્ણાટકના કોપ્પલથી એક સંવેદનશીલ ઘટના સામે આવી છે હોસ્પિટલમાં દાખલ માતાની સારવાર માટે 6 વર્ષની બાળકી ભીખ માંગવા માટે મજબૂર જોવા મળી સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં લોકોમાં દયાની લાગણી ઊભરાઈ આવી માસૂમ છતાં બહાદૂર બાળકીની લોકોએ પ્રશંસા કરી માતા માટે પ્રાર્થના કરી મહિલા અને બાળ કલ્યાણ વિભાગે પણ ઘટનાની નોંધ લીધી અને મહિલાનો ઈલાજ અને બાળકીના અભ્યાસની જવાબદારી ઊપાડી
માતાનો ઈલાજ કરાવવા પૈસા ન હોવાથી બે અઠવાડિયાથી બાળકીએ ભીખ માંગીને માતાનો ઈલાજ કરાવ્યો હતો બાળકીએ હોસ્પિટલની ફર્શ પર સૂતેલ માતાની દવા, ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરી હતી માસૂમ દિકરીના માતૃપ્રેમથી લોકોની આંખમાં આંસૂ આવી જતાં, કેટલાક લોકોએ વ્યક્તિગત રીતે પણ માતા-પુત્રીની આર્થિક મદદ કરી
આમ, કપરા સંજોગોમાં પણ માસૂમ બાળકીએ હિંમત રાખીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે