કર્ણાટકનો હેડ કોસ્ટેબલ તેની આવડતને લીધે સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે 52 વર્ષીય કોન્સ્ટેબલે તેના ફાઇબર પોલીસ દંડાને વાંસળીમાં ફેરવી દીધો છે ચંદ્રકાન્ત હુટગી તેના આ ટેલેન્ટને લીધે રાતોરાત ઇન્ટરનેટ પર સ્ટાર બની ગયો છે આઈપીએસ ઓફિસર ભાસ્કર રાવે જ્યારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ચંદ્રકાન્તના વખાણ કર્યા હતા, ત્યારે તે વધારે ફેમસ બની ગયો હતો ભાસ્કર રાવ બેંગ્લોરમાં એડીશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસની ફરજ બજાવે છે