દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટથી પરત ફરતા વધુ એક પર્વતારોહકનું મોત થયુ છે જે બાદ 2019માં મરનારા પર્વતારોહીની સંખ્યા 11 થઈ ગઈ છે નેપાળ સરકારના એક અધિકારીએ આ વાતની પૃષ્ટી કરી છે નેપાળ પર્યટન વિભાગના નિર્દેશન મીરા આચાર્યે જણાવ્યુ કે અમેરિકી વકીલ ક્રિસ્ટોફર જોન કુલિશ જેઓ 62 વર્ષના હતા એવરેસ્ટથી નેપાળ આવવાના સ્થળ પર પહાડની ચોંટી પર પહોંચતાની સાથે જ તેઓનું મોત થયુ હતુ, એવરેસ્ટ પર ખરાબ હવામાન અને ઓછા અનુભવના કારણે આવી દુખદ ઘટનાઓ બની રહી છે જેના કેટલાંક વીડિયો સામે આવ્યા છે