ભીષણ આગમાં ફસાયેલા લોકો માટે મસીહા સાબિત થઈ પોલીસ

2019-05-28 1,080

ઉત્તરપ્રદેશના કાનપુરમાં આવેલા કલેક્ટરગંજ નામના વિસ્તારમાં આવેલા કેટલાક મકાનોમાં આગ લાગતાં જ ત્યાં અફડાતફડીનો માહોલ સર્જાયોહતો ઘટનાસ્થળે ફાયર વિભાગે પણ પહોંચીને આગ ઓલવવાનું શરૂ કરી દીધું હતું જો કે આ બધામાં પોલીસે પણ જોયું હતું કે માત્ર ફાયરબ્રિગેડની ટીમ પર આધાર રાખવામાં આવશે તો કદાચ અઘટિત ઘટના પણ સર્જાઈ શકે છે કેમકે ઉપરના માળે ઘણા બધા પરિવારો આગમાંફસાયેલા હતા જેમને સીડીથી નીચે ઉતારવા પડે તેમ હતા આ જોઈને તરત જ પોલીસ સ્ટાફ પણ કામે લાગ્યો હતો ને સીડી પર ચડીને નીચેઉતારવા લાગ્યા હતા આગમાં ફસાયેલા નાના નાના બાળકો અને વૃદ્ધોને તેમના ખભે બેસાડીને નીચે ઉતાર્યાં હતાં લોકોએ પણપોલીસકર્મીઓની આવી જાંબાઝી જોઈને વખાણ કર્યા હતા જો કદાચ સમયસર આવી સૂઝબૂઝ સાથે આ રીતે રેસ્ક્યુ ના કરાયું હોત તો કદાચ કોઈ
મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત

Videos similaires