રામદેવે કહ્યું- ત્રીજા સંતાનને વોટ દેવાનો અધિકાર ન રહે, ગિરિરાજે સમર્થન આપ્યું

2019-05-28 1,289

બિહારના બેગૂસરાયથી ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે જનસંખ્યા નિયંત્રણને લઈને યોગ ગુરુ બાબા રામદેવના નિવેદનનું સમર્થન કર્યુ છે રામદેવે કહ્યું હતું કે જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો હોવો જરૂરી છે સાથે જ ત્રીજા સંતાનને વોટ આપવા અને ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ ગિરિરાજે કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ જરૂરી છે અને તેના માટે કડક કાયદા બનવા જોઈએ
બાબા રામદેવે રવિવારે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જનસંખ્યા નિયંત્રણને લઈને નિવેદન આપ્યું હતું તેમને કહ્યું હતું કે હવે કાયદાની મદદથી જ વસ્તી પર નિયંત્રણ લગાવી શકાશે બાબાએ બે બાળકની નીતિનું સમર્થન કરતા કહ્યું કે ત્રીજા સંતાનને વોટ નાખવા સહિત અન્ય નાગરિક અધિકાર ન મળવા જોઈએ એવા બાળકો જે કોઈ પણ જાતિના હોય, તેમને ચૂંટણી લડવા અને અન્ય સરકારી નોકરીઓના હકથી પણ વંચિત કરવા જોઈએ

Videos similaires