મહિલા પોલીસ સ્ટેશનમાં જ યોજાયાં લગ્ન, યુવકની શંકાનું સમાધાન પણ કરાવ્યું

2019-05-28 1,239

બિહારના ગયા જીલ્લાના વિશુનપુરા ગામમાં એક યુવકે પ્રેમિકા સાથે લગ્ન કરવાની ના પાડતાં જ પોલીસે તેમને પ્રેમથી પરણાવ્યાં હતાં વાત જાણેએમ હતી કે આરતી અને સંદિપ એકબીજાને છેલ્લા કેટલાય વર્ષથી પ્રેમ કરતાં હતાં જેની પરિવારને જાણ થતાં જ બંને પક્ષે રાજીખુશીથી લગ્નકરાવવાનું નક્કી કર્યું હતું જો કે લગ્ની કંકોતરીઓ વહેંચાઈ ગયા બાદ યુવકના કાને યુવતી વિશેની ખોટી અફવાઓ પડતાં જ તેણે શંકા રાખીને આલગ્ન કેન્સલ કર્યા હતા યુવતી આવી હરકતથી દુખી થઈને સીધી મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી હતી બાદમાં પોલીસે પણ બંનેપક્ષની વાતો સાંભળીને યુવકના મનમાં રહેલા વહેમને દૂર કર્યો હતો અંતે યુવક લગ્ન કરવા માટે રાજી થતાં જ પોલીસ અધિકારીએ પણ સારા
મૂહુર્તની રાહ જોયા વગર સ્ટેશનમાં જ લગ્ન કરાવ્યાં હતાં

Videos similaires