ભાજપની વિજય રેલીમાં બોમ્બ ઝીંકાયા, તૃણમૂલે પાર્ટી કાર્યાલયમાં તોડફોડનો આરોપ લગાવ્યો

2019-05-28 744

કોલકાતાઃપશ્વિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન જોવા મળેલીહિંસાત્મક ઘટનાઓ હાલ પણ યથાવત છે ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર વીરભૂમમાં આયોજીત પાર્ટીની વિજય રેલીમાં બોમ્બ ફેંકવાનો આરોપ લગાવ્યો છે સાથે જ તૃણમૂલે પણ ભાજપ પર દુર્ગાપુરમાં પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે પંડાવેસ્વરથી તૃણમૂલ ધારાસભ્ય જીતેન્દ્ર તિવારીએ કહ્યું કે, ભાજપ બંગાળમાં તાંડવ કરી રહી છે તેમના કાર્યકર્તાઓ રાજ્યભરમાં હિંસા ફેલાવી રહ્યા છે તો બીજી તરફ ગત એક સપ્તાહમાં બંગાળમાં બે ભાજપ કાર્યકર્તાઓની હત્યા થઈ ગઈ છે

ધારાસભ્ય જીતેન્દ્રએ કહ્યું કે 'જો ભાજપના કાર્યકર્તાઓએ આ બધું બંધ ન કર્યું તો અમે પણ શાંત નહીં બેસીએ અમે તેનો જવાબ આપીશું,ભાજપ બંગાળમાં જીતી જરૂર છે, પણ તેનો અર્થ એ નથી કે તે તૃણમૂલની ઓફિસોમાં તોડફોડ કરે' આ વખતે વીરભૂમ લોકસભા બેઠક પરથી તૃણમૂલના ઉમેદવાર શતાબ્દી રોયે જીત નોંધાવી છે