જોધપુરમાં આવેલી સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનું ગેરકાયદેસર બાંધકામ દૂર

2019-05-28 388

અમદાવાદ: સુરતમાં આગની ઘટના બાદ શહેરમાં મ્યુનિશિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર બાંધકામ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગઇકાલથી જ શહેરમાં આવેલી સ્કૂલો, હોસ્પિટલ ટ્યૂશન ક્લાસિસ, હોટલ્સ અને રેસ્ટોરેન્ટ્માં બનાવેલા ગેરકાયદેસર બાંધકામ અને શેડને દૂર કરવાનું કામ શરૂ કરાયું છે આજે સવારે દક્ષિણ પશ્વિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમે જોધપુર ક્રોસ રોડ નજીકની ઉદ્દ્ગમ સ્કૂલ સંચાલિત સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં બનાવેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું ઉપરાંત પૂર્વ ઝોનમાં વસ્ત્રાલની સરસ્વતી સ્કૂલ, રામોલમાં આવેલી પુષ્પાંજલિ સ્કૂલ, વિરાટનગરના લર્નિંગ પ્લેનેટ, વિદ્યા ક્લાસિસ, મધ્ય ઝોનના ખાડિયામાં આવેલા બારોટ ક્લાસિસમાં કરાયેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે