વરાછામાં મૃતકોને શ્રદ્ધાંજલી આપતા બેનરો લાગ્યા, કેન્ડલ માર્ચ નીકળી

2019-05-28 598

સુરતઃ સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો છે આ ઘટનાના પગલે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે સાથે જ લોકો મૃતકોને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલી પણ પાઠવી રહ્યા છે જ્યારે સરથાણા વિસ્તારમાં મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, ઘટનાને ભૂલી શકાય એમ નથી, બેજવાબદાર સામે કડક પગલાં ભરાઈ એ જ તમામ મૃતક વિદ્યાર્થીઓને આપી શકાતો ન્યાય છે