લાહોરઃપાકિસ્તાનના દક્ષિણ સિંધ વિસ્તારમાં આવેલા મીરપુરખાસમાં એક હિંદુ ડોક્ટરની ઈશનિંદાના આરોપમાં ધરપકડ કરાઈ છે ડોક્ટરનું નામ રમેશ કુમાર છે તેમની પર બાજુમાં આવેલી મસ્જિદના ઈમામે કેસ કર્યો છે તેમને આરોપ લગાવ્યો છે કે ડોક્ટરે કુરાનના પાના ફાડીને તેમા દવા લપેટીને દર્દીને આપી છે આ મામલો સામે આવ્યા બાદ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ હિંદુઓની દુકાન પર હુમલાઓ કર્યા અને તેમા આગચાંપી કરી છે
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તહેનાત એસએચઓ જાહિદ હુસેન લેઘરીના કહ્યાં પ્રમાણે, ડોક્ટરની ધરપકડ કરી તેની સામે તપાસ શરૂ કરાઈ છે લેઘરીના કહ્યાં પ્રમાણે, વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધ્યા બાદ ડોક્ટરને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે
ઈશનિંદામાં ફસાવવાની ફરિયાદ કરતા રહ્યા હિંદુઓઃપાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે જોકે પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ ઘણી વખત મુસ્લિમ બહુમતીઓ દ્વારા ઈશનિંદાના મામલામાં નિશાન બનાવવાની ફરિયાદ કરી ચુક્યા છે રિપોર્ટ્સ પ્રમાણે, 1987થી 2016 સુધી પાકિસ્તાનના ઈશનિંદા કાયદા હેઠળ 1472 લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે