ઝારખંડમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કરતાં 16 જવાન ઘાયલ

2019-05-28 396

ઝારખંડના સરાયકેલા ખરસાવાંમાં નક્સલીઓએ મંગળવારે સવારે IED વિસ્ફોટ કર્યો, જેમાં પોલીસ અને 209 કોબ્રાના 11 જવાન ઘાયલ થયા છે, જેમાં 3ની સ્થિતિ ગંભીર છે એસપી ચંદન કુમાર સિન્હાએ ઘટનાની પુષ્ટી કરી છે બ્લાસ્ટ પછી નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યુ
મળતી માહિતી મુજબ રાય સિંદરી પહાડ પર નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો હતો ઘાયલ જવાનોને સેનાના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી રાંચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ડીજીપી ડીકે પાંડેએ જણાવ્યું કે નક્સલીઓએ આ IED ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા લગાવ્યાં હતા કોબ્રા, ઝારખંડ જગુઆર અને ઝારખંડ પોલીસના સંયુક્ત અભિયાને વિસ્તારને સુરક્ષિત કરી લીધો છે આ ઘટનામાં 11 જવાન ઘાયલ થયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર છે

Videos similaires