છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વીર સાવરકર પર વિવાદિત નિવેદન આપ્યું છે સાવરકરની જ્યંતિના ઠીક એક દિવસ પહેલાં એટલે કે સોમવારે તેમને આપેલા નિવેદનથી હોબાળો થઈ ગયો છે બઘેલેએ નહેરુની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે સાવરકરે સૌથી પહેલાં બે રાષ્ટ્રનો સિદ્ધાંત આપ્યો હતો જે બાદમાં મોહમ્મદ અલી ઝીણાએ અપનાવ્યો હતો ભૂપેશ બઘેલે આ નિવેદન સોમવારે આપ્યું હતું, એટલે કે મંગળવારે સાવરકરની જ્યંતિ છે
ભૂપેશ બઘેલે કહ્યું કે હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ધર્મ આધારીત હિંદુ અને મુસ્લિમ રાષ્ટ્રની કલ્પના કરી હતી બીજ સાવરકરે વાવ્યું હતું અને તેને પૂરું ઝીણાએ કર્યુ બઘેલે કહ્યું કે સાવરકરે દેશની આઝાદી માટે લડાઈ લડી પરંતુ જેલ ગયા બાદ માફી માટે અંગ્રેજોને ડઝન પત્રો લખ્યા હતા જેલમાંથી છૂટ્યાં પછી તેઓ આઝાદીના આંદોલનમાં સામેલ થયા ન હતા