એપલના શો રૂમમાંથી 11 મિનિટમાં 50 આઈફોનની ચોરી

2019-05-28 432

અમદાવાદ: સિંધુ ભવન રોડ પર આવેલા એપલના શો રૂમમાં વહેલી સવારે ઘૂસેલી ચોર ટોળકી 11 મિનિટમાં જ 50 આઈફોન, એસેસરીઝ અને હાર્ડવેર મળીને રૂ 4150 લાખની મત્તા ચોરી ગઈ હતી ચોરીની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ટોળકી મોં પર રૂમાલ બાંધીને શો-રૂમમાં ઘૂસ્યા હતા જોકે સ્ટોક ચેક કરાતા 50માંથી 30 ફોન સ્ટોરમાંથી જ મળી આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે સિંધુભવન રોડ પર એશિયન સ્ક્વેર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આઈ વિનસ નામનો સ્ટોર છે, જેમાં એપલ કંપનીના ફોન, કમ્પ્યૂટર્સ અને એસેસરીઝનું વેચાણ અને સર્વિસ થાય છે શોરૂમ અને સર્વિસ સેન્ટરમાં 9 કર્મચારીનો સ્ટાફ છે