કેવડિયા: લોકસભાની ચૂંટણી પરિણામ આવી ગયા બાદ શનિ-રવિની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડ વધી ગઇ છે શાળા-કોલેજો શરૂ થવાના હવે માંડ એક સપ્તાહ બાકી છે, ત્યારે 2 દિવસમાં 30 હજાર જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા 50 લાખ જેટલી આવક થઇ સામે 15 હજાર ટિકિટ મર્યાદામાં આપવાની હોય શનિવારે 1 વાગે અને રવિવારે 12 વાગ્યાની ટિકિટ બારી બંધ કરી દેવામાં આવી હતી જેનાથી પ્રવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો જોકે બાદમાં 120 રૂપિયા વળી જનરલ ટિકિટ આપવામાં આવી હતી પરંતુ જેમને વ્યૂઇંગ ગેલેરી સુધી જવા નહીં મળતા પ્રવાસીઓ અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા