બોયફ્રેન્ડે સ્માર્ટફોન ગિફ્ટ ના કર્યો તો ગર્લફ્રેન્ડે 52 લાફા માર્યા

2019-05-26 462

ચીનમાં 20મેના રોજ ઉજવાતા અનઓફિસિયલ વૅલન્ટાઇન ડેની દિવસે જે ઘટના થઈ હતી તેના સીસીટીવી અને પબ્લિકે રેકોર્ડ કરેલા વીડિયોઝ વાઈરલ થયા હતા જેમાં જોઈ શકાય છે કે એ યુવતી તેની સામે નતમસ્તકે ઉભેલા યુવકને ધમકાવી રહી છે રાહદારીઓ પણ આવો તમાશો જોઈને ત્યાં જ ઉભા રહી ગયા હતા યુવક દ્વારા કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ ના મળતાં જ યુવતી વધુ ઉગ્ર બનીને તેને લાફા પણ મારવા લાગી હતી આ રીતે જાહેરમાં જ યુવતીના હાથે તમાચા ખાધા પછી પણ તે યુવક ચૂપચાપ જ ઉભો રહ્યો હતો આખી ઘટના પોલીસ સુધી પહોંચતાં જ તેમની તપાસમાં ઘણી બધી વિગતો સામે આવી હતી જેમાં સૌથી આઘાતજનક કહી શકાય તે બાબત એ હતી કે આ યુવતી તેની ગર્લફ્રેન્ડ હતી અને તેણે એટલા માટે જ તમાચા માર્યા હતા કેમ કે યુવકે તેને વૅલન્ટાઇન ડેના દિવસે સ્માર્ટફોન ગિફ્ટ નહોતો કર્યો પોલીસે એ પણ જણાવ્યું હતું કે આ યુવતીજ અત્યાર સુધી આ યુવકનેઆર્થિક રીતે સહાય કરતી હતી છતાં પણ તે આ દિવસે તેને એક ગિફ્ટ આપી શક્યો નહોતો તેની તે ગુસ્સે થઈ હતી સીસીટીવી અને અન્ય વીડિયોઝ જોઈને પોલીસે એ પણ કહ્યું હતું કે આ યુવતીએ તેને એક બે નહીં પણ બાવન લાફા માર્યા હતા

Videos similaires