નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા ચૂંટાયા, શાહે દરેકનો આભાર માન્યો

2019-05-25 3,275

નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે સંસદીય દળના નેતા બનાવવા માટે અમિત શાહે પ્રસ્તાવ મુક્યો હતો અને જે રાજનાથ સિંહે મંજૂર કર્યો હતો આમ નરેન્દ્ર મોદીને ફરી એક વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ દરમિયાન સંસંદમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા માનવામાં આવે છે કે, બેઠક પછી મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે

એનડીએના આ વખતે 352 સાંસદ છે તેમાંથી ભાજપના જ એકલાના 303 સભ્યો છે મોદીને પહેલેથી જ એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે તેથી હવે તેમની ફરી વખત પસંદગી કરવી માત્ર ઔપચારિકતા છે સૂત્રોનું કહેવું છે કે, મોદી 28 મેના રોજ વારાણસી જઈ શકે છે અને 30 મેના રોજ શપથ લે તેવી શક્યતા છે

Videos similaires