100 મીટરની દોડમાં રખડતો શ્વાન જીતી ગયો, વીડિયો જોઈને લોકોએ મજા લીધી

2019-05-28 777

ચીનના નિંગઝિયા પ્રાંતમાં યોજાયેલી 100 મીટરની દોડમાં એક રખડતા શ્વાને અન્ય સ્પર્ધકોને પરસેવો લાવી દીધો હતો જેવી આ દોડ સ્પર્ધા શરૂથઈ કે તરત જ બધા સ્પર્ધકો એડીચોટીનું જોર લગાવીને દોડવા લાગ્યા હતા તેમના આશ્ચર્ય વચ્ચે અચાનક જ આ શ્વાન પણ તેમની સાથે દોડવાલાગ્યો હતો અને બધાને જબરી ટક્કર આપી હતી આ શ્વાને પણ એડીચોટીનું જોર લગાવીને વિનિંગ લાઈન ક્રોસ કરી લીધી હતી અને તે આવુંકરવાવાળો ત્રીજા નંબરનો સ્પર્ધક હતો ત્યાં હાજર રહેલા સુરક્ષાકર્મીઓની નજર તેના પર પડતાં જ તેને પકડીને બહાર લઈ જવામાં આવ્યો હતોઆ વીડિયો જોઈને યૂઝર્સે પણ મજા લઈને કહ્યું હતું કે તે ત્રીજા નંબરે વિજેતા ગણાય એટલે તેને બ્રોન્ઝ મેડલ તો આપવો જ જોઈએ તમને જણાવીદઈએ કે આ શ્વાન ત્યાં જ યૂનિવર્સિટીમાં ફરતો હોય છે જો તેને મોકો મળે તો ક્લાસમાં આંટો મારીને લેક્ચર પણ ભરી આવે છે

Videos similaires