રાહુલ ગાંધી રાજીનામું આપશે તો કોંગ્રેસની કમાન કોને સોંપાશે?

2019-05-25 5,478

એક બાજુ બીજેપીએ 303 સીટ સાથે સત્તામાં ફરી એન્ટ્રી કરી છે તો બીજી બાજુ વડાપ્રધાન મોદીની પ્રચંડ લહેરમાં કોંગ્રેસ સહિત વિપક્ષના સુપડા સાફ થઈ ગયા છે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઉતરેલી કોંગ્રેસને જબરદસ્ત હારનો સામનો કરવો પડ્યો છે 52 સીટ પર અટકી ગયેલી કોંગ્રેસની હારને સ્વીકારતા રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત કરી છે, રાહુલ ગાંધી આ રાજીનામુ પરિણામો બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ આપવા માગતા હતા પરંતુ સોનિયા ગાંધીએ પ્રિયંકાને રાહુલના ઘરે મોકલી સમજાવવા જણાવ્યુ હતુ જે બાદ મામલો શાંત પડ્યો હતો 25 મેએ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક છે અને માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં રાહુલ ગાંધી પોતાનું રાજીનામુ સોંપી શકે છે પરંતુ 2014ની જેમ જ આ વખતે પણ પાર્ટી હાઈ કમાન્ડ હારની સમીક્ષા માટે એક કમિટિની રચના કરશે અને જો તે બાદ પણ રાહુલ ગાંધી પોતાના રાજીનામાના નિર્ણય પર અડગ રહેશે તો સૌથી મોટો સવાલ એ છે કે પાર્ટીની કમાન કોને સોંપાશે? આ બાબતે સૌથી પહેલુ નામ આવે કોંગ્રેસની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી કરનાર પ્રિયંકા ગાંધીનું પણ જો આવુ કરવામાં આવે તો બીજેપી વંશવાદની રાજનીતિને લઇને કોંગ્રેસ પર હુમલો કરવાનું ચુકશે નહીં અને ગાંધી પરિવાર વંશવાદના પડછાયાથી કોંગ્રેસને દૂર રાખવા માગતી હોય તો કોંગ્રેસની કમાન કોઈ બહારના વ્યક્તિને સોંપવી પડે જેમ રાજીવ ગાંધીની હત્યા બાદ પીવી નરસિમ્હા રાવ અને ત્યાર બાદ સીતા રામ કેસરીને સોંપવામાં આવી હતી કોંગ્રેસના તમામ પાસાઓને જોતા રાહુલનું રાજીનામુ સ્વીકારાશેની શક્યતાઓ બહુ ઓછી લાગે છે પણ જો રાહુલ ગાંધી આ બાબતે અડગ રહેશે તો કોંગ્રેસ અધ્યક્ષ પદની કમાન કોને સોંપાશે તે જાણવું રસપ્રદ બની રહેશે

Videos similaires