ટ્યુશન ક્લાસીસોએ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. લીધા પછી જ ટ્યુશન ક્લાસ ચલાવી શકશે: કમિશનર

2019-05-24 3,529

વડોદરા: સુરતમાં 19 બાળકોનો ભોગ લેનાર ટ્યૂશન ક્લાસમાં લાગેલી ભીષણ આગને પગલે વડોદરા મહાનગર સેવા સદન સફાળું જાગ્યું છે મ્યુનિ કમિશનરે રાત્રે પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસો ફાયર સેફ્ટીની એનઓસી લીધા પછી જ ટ્યુશન ક્લાસ ચલાવી શકશે જે ટ્યુશન ક્લાસ ફાયર સેફ્ટીની એનઓસી લીધા વગર ક્લાસ ચલાવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે