સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા કલાસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી જેથી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી જેમાં ચારના મોત નીપજ્યાં હતાં જ્યારે આગના કારણે અંદર અન્ય વિદ્યાર્થીઓના ભડથા થઈ ગયાં હતાં આમ કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે જ્યારે સાતેક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે જો કે આ બાળકોના મોત માટે આગ જેટલા જ કોર્પોરેશન અને ફાયર વિભાગ જવાબદાર છે