નર્મદા કેનાલ ડૂબતા બાળકને બચાવવા પોલીસ કર્મી યુનિફોર્મમાં જ કૂદી પડ્યો

2019-05-24 2,356

વડોદરાઃ વડોદરા શહેર નજીક અંકોડિયા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી રહેલા બાળકને જોઇને પેટ્રોલિંગ કરી રહેલો પોલીસ કર્મી ડાયાભાઇ મહેરીયા કેનાલ કૂદી પડ્યો હતો અને દોરડા વડે બાળકને બચાવી લીધો હતો અને તેના પરિવારજનોને સોંપ્યો હતો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ડાયભાઇ ચીકાભાઇ મહેરીયા અને અશોકભાઇ અંબારામભાઇ કણઝરીયા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ અંકોડિયા નર્મદા કેનાલીની આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા