વડોદરા: વડોદરા-હાલોલ રોડ પર આમલીયારા ગામ પાસે આવેલી જેટકો કંપનીના આઇસીપી-1 પ્લાન્ટના વાય-ફેશના 400 બાય 220 કેવીનું બુશિંગ ફાટતા 38 હજાર લિટર ઓઇલ ભરેલા ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી ફાયર બ્રિગેડે એક કલાકની જહેમતબાદ આગને કાબુમાં લીધી હતી ટ્રાન્સફોર્મર લાગેલી ભીષણ આગના પગલે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા થઇ ગયા હતા કંપનીમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ન હોવાના કારણે ફાયર ફાઇટરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે, ફાયર બ્રિગેડ દ્વારા 2000 લિટર ફોમ અને 80 હજાર લિટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી