દેશભરમાં કેસરિયો અશ્વમેધ પાર કર્યા પછી ગુરુવારે મોડી સાંજે ભારતીય જનતા પક્ષના દિલ્હી સ્થિત મુખ્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતાં ભવ્ય વિજય માટે દેશની જનતાનો આભાર માન્યો હતો અને વિજય સુધી દોરી જનાર કાર્યકર્તાઓના પરિશ્રમને પ્રણામ કર્યા હતા મોદીએ કહ્યું હતું કે, 'આ ચૂંટણી હું કે ભાજપના ઉમેદવારો નથી લડ્યા, પરંતુ દેશની જનતા પોતે લડી છે માટે આ વિજય હું જનતાને જ અર્પણ કરું છું'