લોકસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતે સમગ્ર દેશ જ નહીં વિશ્વમાં ડંકો વગાળ્યો છે જેનો તમામ શ્રેય વડાપ્રધાન મોદીને આપવામાં આવી રહ્યો છે 2014ની જેમ આ વખતે મોદી લહેર તો નહોતી છતાં દેશની જનતાએ સતત બીજી વખત વડાપ્રધાન મોદીને દેશના સુકાન માટે પસંદ કરી સ્પષ્ટ બહુમતીથી જીતાડ્યા છે ત્યારે બીજેપીના લીડર્સથી લઈને જાણીતા ચહેરાઓએ આ જીતને માત્રને માત્ર મોદીની જીત ગણાવી હતી