વડોદરાઃલોકસભાની ચૂંટણીની મતગણતરીને પગલે આજે અનેક લોકો પોતાના ધંધા-રોજગાર અને નોકરી બંધ રાખીને ટીવી સામે બેસી ગયા હતા, ત્યારે વડોદરા શહેરના ગોપાલભાઇ ચાવાળાએ આજે પોતાની ચાની લારી બંધ રાખીને મોદીને સમર્થન આપ્યું હતું
ગોપાલભાઇ ચાવાળાએ જણાવ્યું હતું કે, મોદીને સમર્થન કરવા માટે આજે મેં મારી ચાની લારી બંધ રાખી છે આપણા દેશના વિકાસ માટે મોદીની જરૂર છે આપણી બહેન-દીકરીઓ મોદી સરકારમાં સુરક્ષિત છે મોદી સરકાર ફરીથી આવવાથી મને ગર્વ થઇ રહ્યુ છે