બોલિવૂડ સ્ટાર સની દેઓલ પહેલી જ વાર પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યો છે આજે લોકસભા ચૂંટણી પરિણામો સામે આવી રહ્યા છે આ વચ્ચે તમામ ન્યૂઝ ચેનલ્સ પર પરિણામોનો દોર ચાલુ છે ત્યારે એક ટીવી શોમાં ન્યૂઝ એન્કર અરનબ ગોસ્વામીએ સની દેઓલના બદલે ભૂલથી સની લિયોન કહી દીધું હતું અરનબની આ એક ભૂલ તેને ભારે પડી અને સોશિયલ મીડિયાએ તેના પર મીમ્સ બનાવી ટ્રોલ કર્યો હતો આ ક્લિપ પર સની લિયોનીએ પણ ટ્વીટ કર્યું હતુ કે, 'હું કેટલાં મતોથી આગળ છું?' જેના પર તેના ફેન્સે તેને અલગ અલગ રિટ્વીટ કર્યાં કોઈએ કહ્યુ 'તમે 135 કરોડ ભારતીયોના દિલ જીત્યા છે' 'ખાસ કરીને એકલા યુવકોના' તો કોઈએ અરનબની ક્લિપ પર ટ્વિટ કરતા લખ્યું કે 'મોદીના પ્રેમમાં આ દેવદાસ બની ગયો છે' બીજી બાજુ સની દેઓલના ચાહકો ગુસ્સે થયા હતાં અને તેમણે ટ્વિટર પર ગુસ્સાવાળી ઈમોજી શૅર કરી હતી