મહિલાએ કાર પર ગાયનાં છાણનું લીપણ કરાવ્યું, કારમાં તાપમાન બહાર કરતાં 4 ડિગ્રી ઓછું રહે

2019-05-23 4,814

ઉનાળામાં સૂર્યના આકરા તાપમાં કારની અંદર ઠંડક જળવાઈ રહે તે માટે એસી પણ ફુલ રાખવું પડે છે આથી કારની અંદરનું તાપમાન ઓછું કરી ઠંડક વધારવા પાલડીમાં રહેતાં કારમાલિક સેજલ શાહે એક ખૂબ જ ઇકોફ્રેન્ડલી નુસખો અપનાવ્યો છે તેમણે તેમની કાર પર ગાયના છાણનું કોટિંગ કરાવ્યું છે, જેનાથી કારની અંદરનું તાપમાન બહાર કરતાં 4 ડિગ્રી ઓછું રહે છે તેમણે કહ્યું કે, ‘મારા ઘરથી માંડી કાર સુધી દરેક વસ્તુ ગરમીથી હીટ પકડે છે તેના પર મેં છાણનો ઉપયોગ કરીને કોટિંગ કર્યું છે ગામડાના ઘર છાણથી લીપણ કરેલા હોવાથી કુદરતી ઠંકડ આપે છે આથી મેં કાર પર લીપણ કર્યું છે આનાથી મારે કારમાં એસી ચાલુ રાખવાની જરૂર પડતી નથી’ સેજલબહેને શહેરમાં ક્યાંય જવું હોય તો ઘોડાગાડીનો ઉપયોગ કરે છે, આ માટે તેમણે બે ઘોડાગાડી રાખી છે જ્યારે કારનો ઉપયોગ તે લાંબી મુસાફરી માટે કરે છે

Videos similaires