મધ્ય ગુજરાતની વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને ભરૂચ બેઠક પર ભાજપ આગળ

2019-05-23 799

મધ્ય ગુજરાતની 7 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઇ ગઇ છે ત્યારે સવારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ પણ સવારે મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા સ્થિત પોલિટેકનિક કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર પર પોલીસ તંત્ર દ્વારા 526 પોલીસ જવાનો તૈનાત કરાયા છે જેમાં 4 એસીપી, 2 જોઇન્ટ સીપી, 2 ડીસીપી, 18 પીઆઇ, 49 પીએસઆઇ અને 452 એએસઆઇ, હેકો, પોકો અને એલઆરડી મળી કુલ્લે 526 પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યાં છે ગણતરીના કલાકોમાં જ પરિણામ જાહેર થઇ જશે, ત્યારે મધ્ય ગુજરાતની 7 બેઠકો પૈકી આણંદ બેઠક પર કોંગ્રેસ મજબૂત છે જ્યારે વડોદરા, ભરૂચ, પંચમહાલ, ખેડા બેઠક પર ભાજપ મજબૂત છે જોકે છોટાઉદેપુર અને દાહોદ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળશે

Videos similaires