વડોદરાઃવાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં એક પરિવારના મકાનમાં વહેલી સવારે 45 ફૂટનો મગર ઘૂસી ગયો હતો રસોડામાં ઘૂસી ગયેલા મગરે રસોડાના વાસણો પાડતા પરિવારજનો સફાળા પથારીમાંથી ઉભા થઇ ગયા હતા અને રસોડામાં જઇને તપાસ કરતા રસોડામાં ફરી રહેલા મગરને જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા દરમિયાન આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરતા તુરંત જ ટીમ રવાલ ગામે પહોંચી ગઇ હતી અને મગરનું રેસ્ક્યૂ કરીને પકડી લઇ આજવા સરોવરમાં છોડી દીધો હતો