ચૂંટણી પરિણામો પહેલાં જ મુંબઈના ગોપાલ શેટ્ટીએ 2000 કિલો મીઠાઈનો ઓર્ડર આપ્યો

2019-05-22 637

23 મે ના દિવસે લોકસભા ચૂંટણીનું દેશવ્યાપી પરિણામ જાહેર થશે, પરંતુ તે પહેલાં જ ઉત્તર મુંબઈથી ભાજપ ઉમેદવાર ગોપાલ શેટ્ટીએ 1500થી 2000 કિલો મીઠાઈ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો આટલા મોટા ઓર્ડરથી ઉત્સાહિત કર્મચારીઓએ મોદીનું માસ્ક પહેરીને મીઠાઈઓ બનાવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે ભાજપ ઉમેદવાર ગોપાલ શેટ્ટીને ઉત્તર મુંબઈથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માંતોડકર સામે મેદાનમાં ઉતારાયા છે શેટ્ટીએ આ કાર્ય દ્વારા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે