રાજકોટ:ગોંડલ મોવિયા ગામ પાસે અજાણ્યા કારચાલકે બાઈક સવારને હડફેટે લેતા બાઈકસવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી પોલીસને બનાવના સ્થળે અકસ્માતના નિશાનો સાથે કારની વ્હીલપ્લેટનું કવર અને બાઈકની માત્ર સીટ જોવા મળી હતી, પરંતુ અકસ્માતનો ભોગ બનેલા યુવકનું બાઈક બનાવના સ્થળેથી ગૂમ થતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે હાલ તો પોલીસે યુવકના મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે