ગંભીરામાં અકસ્માતમાં 10ના મોત બાદ આજે લોકોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો

2019-05-22 988

આંકલાવ: ટેન્કર અને પિક અપ વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે જ 10ના મોત થયા હતા જેને પગલે આજે સ્થાનિકોએ બોરસદ-ગંભીરા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો હાઈવે પર દોડતા ભારે વાહનોને લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા છે જેમાં નિર્દોષ વાહનચાલકો ભોગ બનતા હોય છે તેની વારંવાર પોલીસને રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવામાં નહી આવતાં સ્થાનિક ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યુ છે સ્થાનિક ગ્રામજનોએ ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી ભારે વાહનોના હપ્તા લઇ ભાદરણ અને આંકલાવ પોલીસ વાહનોને બેફામ દોડવાના પરવાના આપતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો પોલીસ ભારે વાહનો સામે કોઈ જ પગલાં લેતી ન હોવાથી ભારે વાહનો બેફામ બની દોડતા હોય છે

Videos similaires