ટેક્નિકલ ખામીના કારણે કલાકો સુધી મેટ્રો ઠપ્પ થતાં હજારો યાત્રિકો રજડ્યાં

2019-05-21 826

વર્લ્ડ ક્લાસ ટેક્નિક અને સુવિધાઓથી સજ્જ હોવાનો દાવો કરતી દિલ્હી મેટ્રો રેલની ટ્રેઇન્સ વારંવાર ટેક્નિકલ ખામીઓથી બંધ પડી જાય છે જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે કંઇક એવુ જ થયુ આજે સવારે યલો લાઇન પર દિલ્હીના કુતુબ મીનારથી સુલ્તાનપુર મેટ્રો સ્ટેશન વચ્ચે હજારો યાત્રિકો પગ પાળા પોતાના ડેસ્ટિનેશન પર જવા મજબૂર બન્યા મેટ્રો ટ્રેન ટેક્નિકલ ખામીના કારણે બંધ પડી જતા હજારો યાત્રિકોને ટ્રેક પર ઉતારી દેવાયા કોલેજીયન્સ અને ઓફિસ વર્ગને ગમે તેમ કરી સમયસર પોતાના લોકેશન પર પહોંચવાનું હોય જે મળ્યું તે વાહનમાં બેસી ગયા આ રૂટ પર જતાં ટ્રકમાં લોકો ઠાસી ઠાસીને બેસી ગયા એટલુ જ નહીં મેટ્રો સેવા ઠપ હોવાના કારણે ઓલા અને ઉબર કેબવાળાઓએ ડબલ ભાડા વસૂલ્યા તો કેટલાંક રૂટ્સ પર ટ્રેનોની ઝડપ ઘણી જ ધીમી રહી, જેના લીધે યાત્રિકોનો સમય ખોરવાયો અને કાર્યસ્થળો પર મોડા પહોંચવાની ફરજ પડી

Videos similaires