ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જોકો વિદોદોએ સતત બીજી વખત જીત નોંધાવી છે ચૂંટણી પંચે જણાવ્યું કે, ઈન્ડોનેશિયન ડેમોક્રેટિક પાર્ટી ઓફ સ્ટ્રગલના સભ્યો વિદોદોએ તેમના પ્રતિસ્પર્ધી પ્રોબોવો સુબિયાંતોને હરાવ્યા છે જો કે, સુબિયાંતોએ ગોટાળાના આરોપ લગાવતા કહ્યું કે,તેઓ ચૂંટણી પરિણામોને કોર્ટમાં પડકારશે ઈન્ડોનેશિયા ભારત અને અમેરિકા બાદ વિશ્વનો ત્રીજો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે