ઉમરેઠ: પ્રતાપપુરા ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબતા બાળકને બચાવવા નદીમાં કૂદકો મારનાર 3 મહિલા સહિત બાળકનું મોત થયું હતું મરનારમાં વરરાજાના બહેન પણ સામેલ છે ગઈકાલે લગ્નનો ભોજન સમારંભ યોજાયો હતો ત્યારબાદ આજે સવારે નદીમાં નહાવા માટે લગ્નમાં આવેલા મહેમાનો ગયા હતા જેમાં લગ્નમાં આવેલો એક 12 વર્ષીય છોકરો નદીમાં ડૂબતો હતો તેને બચાવવા એક બાદ એક 4 મહિલા નદીમાં ઝંપલાવ્યું હતું જેમાં બાળક સહિત 4ના મોત થયા હતા નદીમાં કૂદેલી એક મહિલા બચી જતા તેને સારવારાર્થે ઉમરેઠની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી