દીપડાનો આતંક કેમેરામાં કેદ, દોડીને મારવા આવતા યુવક પર જ ત્રાટક્યો

2019-05-21 71

મધ્યપ્રદેશના મંદસૌરના ફતેહપુર ગામમાં એક દીપડાએ આતંક ફેલાવ્યો હતો ગામમાં આ દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો હોવાનાસમાચાર વાયુ વેગે ફેલાતાં જ લોકોનાં ધાડેધાડાં ત્યાં ઉમટી પડ્યાં હતાં મહિલાને ગંભીર રીતે ઘાયલ કરનાર આ દીપડા સામે લોકોમાં પણ રોષપેદા થયો હતોવન વિભાગની ટીમ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદથી તેને પકડવા માટેની કવાયત પણ હાથ ધરી હતી આસમયે આ ઘટનાક્રમનો વીડિયો રેકોર્ડ કરનાર યુવક પર જ અચાનક દીપડાએ હુમલો કરીને દબોચ્યો હતો લોકોનું ટોળું પણ આ નજારો જોઈનેદીપડા પર તૂટી પડ્યું હતું તે યુવકને પણ દીપડાના પંજામાંથી બચાવવામાં માંડમાંડ સફળતા મળી હતી જોકે ગામવાળાઓએ દીપડાનેબેરહમીથી માર્યો હોવાથી પકડાઈ ગયાના થોડા જ સમયમાં તેણે દમ તોડ્યો હતો મૃત્યુ પામેલા દીપડાના હુમલામાં એક મહિલાનું મોત અને ત્રણ
લોકો ઘાયલ થયા હતા

Videos similaires