રાજકોટ:ધોરણ 10ના પરિણામમાં ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું પરિણામ 9556% આવ્યું છે જ્યારે રાજકોટ જિલ્લાનું પરિણામ 7392 ટકા આવ્યું છે ત્યારે રાજકોટની તમામ શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ગરબા રમી રહ્યાં છે અને ઉજવણી કરી રહ્યાં છે આ સાથે જ કેટલીક જગ્યાએ ફટાકડા ફોડીને પણ ઉજવણી કરવામાં આવી રહી છે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 10નું પરિણામ કુલ 6697 ટકા જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથના સુપાસી કેન્દ્રનું સૌથી વધુ 9556 ટકા પરિણામ છે જ્યારે સૌથી ઓછું ગીર સોમનાથના જ તડ કેન્દ્રનું 1763 ટકા પરિણામ આવ્યું છે મહત્વનું છે કે ધોરણ 10માં કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 7,054,65 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી