આંધ્રપ્રદેશનાપુરવઠા મંત્રી પુલ્લા રાવનાં પત્ની વેંકટા કુમારીએ ટોલનાકા પર મામૂલી કહી શકાય તેવી રકમ માટે તાયફો કર્યો હતો જેનોવીડિયો વાઈરલ થતાં જ તેઓ સોશિયલ મીડિયામાં પણ મજાકને પાત્ર બન્યાં હતાં હૈદરાબાદ-ુગુંટૂર હાઈવે પર આવેલા એક ટોલનાકા પરટોલકર્મીઓએ તેમની ગાડી પસાર થવા દેવા બદલ 56 રૂપિયાના ટોલટેક્સની માગણી કરી હતી જો કે મંત્રીનાં પત્ની હોવાથી તેઓએ સત્તાનારૂઆબમાં સામાન્ય રકમ પણ ભરવાની આનાકાની કરીને હોબાળો કર્યો હતો વિવાદ વધુ ઉગ્ર બનતાં જ ટોલકર્મીઓએ સખ્ત બનીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નિયમાનુસાર ધારાસભ્ય કે મંત્રી ગાડીમાં સવાર હોય તો જ તે ગાડી ફ્રીમાં પસાર થઈ શકે છે સાથોસાથ એમએલએનું સ્ટિકરપણ ગયા વર્ષે જ એક્સપાયર્ડ થઈ ગયું હતું અંતે કર્મચારીઓનું મક્કમ વલણ જોઈને મંત્રીનાં પત્નીએ નાછૂટકે પણ 56 રૂપિયાની રસીદ લીધીત્યારે જ તેમની ગાડીને જવા માટે બેરિકેડ ખોલ્યા હતાં જોકે વેંકટા કુમારીના આવા હંગામાના કારણે પાછળ ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાંહતાં